Ms. Bharati Chotalia

 Chairperson, SBMCET

         

સોલ બોડી એન્ડ માઈન્ડ કોન્કરન્ટ એજ્યુકેશન ટ્રસ્ટ (SBMCET)

SBMCET એ સુરત, ગુજરાતના જાણીતા જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી ઍેક આગલી શિક્ષણ સંસ્થા છે.

સાધારણ સ્થિતીના કુટુંબમા ઉછરેલા અને મુશ્કેલી સાથે ૧૦મી કે ૧૨મી સુધી પહોંચેલા વિદ્યાર્થીઓને SBMCET તેમના અભ્યાસ અને તે પછીના વ્યવસાય માટે અનેકવીધ વિકલ્પો પ્રદાન કરે છે. બુદ્ધિ કૌશલ્યની સાથે આજની ખૂબ વેગવાન અને ઝડપથી બદલાતી ટેકનોલોજી સાથે આજના જીવન કદમ મિલાવી શકે એ આ સંસ્થા નુ મુખ્ય લક્ષ્ય રહ્યું છે. તેથી તેને અનુરૂપ Diploma, Degree, PG Diploma અને MBA કોર્સીસનુ શિક્ષણ SBMCET મા અપાશે. જેમાં મુખ્યત્વે છે

  • Fire & Industrial Safety and Health Safety & Environment courses
  • Computer Hardware, Networking & Software Technology Courses
  • Diploma on How to become an entrepreneur
  • Banking sector related courses
  • Spoken English & Personality Development Courses

૧ વરસથી માંડીને ૩ વરસના આ કોર્સીસમા ઉચી કક્ષાના શિક્ષણ અને તેના વ્યવસાયિક જીવનમાં ઉપયોગનિ માહિતીઓ સમન્વય સાધવાનો પ્રયત્ન SBMCET કરે છે. એકવાર વિધ્યાર્થીઓનો કોસૅ પુરો થઈ ગયા પછી SBMCET તેમને તેમના શિક્ષણ અને રસને અનુરૂપ તેમને નોકરી શોધી આપવાનો કાર્ય પણ SBMCET તેની પેટા સંસ્થાની સહાકાર્યથી કરે છે. આમ ભણતર ગણતર અને વ્યવસાય ના ત્રણેય સ્તરે અવિરત કામ કરતી સંસ્થા એટલે SBMCET આપના મિત્રો, સગા વગેરે ના બાળકોને આ સંસ્થાની મુલાકાત લેવા ચોક્કસ પ્રેરણા આપશો. તેમનું ભવિષ્ય બદલી શકવાની કામના આ સંસ્થા ધરાવે છે.

બારતીબેન ચોટાલીયા

અધ્યક્ષા, SBMCET